પ્રજાસત્તાક ભારતવર્ષ ની જય હો…….

ઘણા દિવસોથી એક વાત ઉપર દિલ ચચરે છે… કદાચ મારા જેવા ઘણા મિત્રો ને પણ એવુ લાગતુ હશે.  તો વાત છે લોકશાહી ના દેવળ સમાન પાર્લામેન્ટ હાઉસ પર હુમલા ના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરુ ને દેહાન્ત દ્‍ડ ની સજા ની અમલવારી ની….

mohd_afzal

ચાલો એક નજર સમગ્ર ઘટનાક્રમ ઉપર ના‍ખીએ….

૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ – સ‍સદ ભવન ઉપર હુમલો…

૧૮ ડિસેમ્બર, ૨૦૦૨ – સુપ્રિમ કોર્ટ દ્વારા મોતની સજા …

૨૯ ઓક્ટોબ૨, ૨૦૦૩ – દિલ્હી હાઇકોર્ટે સજાને યોગ્ય ઠેરવી….

૪ ઓગસ્ટ, ૨૦૦૫ – સુપ્રીમ કોર્ટે અફઝલની અપીલ ઠુકરાવી….

૨૦ ઓક્ટોબર, ૨૦૦૬ – તિહાર જેલ ખાતે ફા‍સી ની તારિખ જિલ્લા અને સેસન્શ કોર્ટ દ્વારા નક્કી કરવામા આવી…

આજે….. ૩૧મી મે, ૨૦૧૦……….

હજુ તો “ફાઇલ” ચાલે છે સાહેબ, દલા તરવાડી ની વાર્તા ની જેમ…..

શુ‍ આ પ્રકાર ના લાસરિયાવેડા (રાજકારણીઓ ના સ્તો.!) મહાન ભારત વર્ષ સિવાય પણ અન્ય દેશ મા શક્ય હોઈ શકે?  કોઇ મિત્ર પાસે જાણકારી હોય તો આપશો…

મુદ્દે, મતો કે મમતા નુ આ તે કેવુ રાજકારણ કે જ્યા દેશ ના હિત કરતા‍ કોઇ એક પક્ષ, પરિવાર કે જાતિ વિશેષ નુ હિત ચડિયાતુ રહે અને દિગમ્બરવેડા (યોગ્ય શબ્દ વાપરવુ સુરુચિ ભ‍ગ લાગશે) ની હદ વટાવી ને કહી શકાય કે હજુ “ફાઇલ” ચાલે છે. ઉચ્ચત્તમ ન્યાયાલયના ચુકાદાને પણ ઘોળી ને પી જનારા રાજનેતાઓ કઈ માટી ના બનેલા હશે?

હશે….આપણે શુ…? આટલા માત્ર આશ્વાસન થી ચલાવી લઈશુ કે ?

(આ પોસ્ટ માટે પ્રેરણા – “દિવ્ય ભાસ્કર” સ્પેશિયલ રિપોર્ટ)

Advertisements