કચ્છ ભુકમ્પ ની નવમી વરસીએ………

જાન્યુઆરી 25, 2010

 

CRACK

 

૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧….સવારે ૮.૪૬ કલાક……એ દિવસ, એ ક્ષણો, ક્યારેય કેવી રીતે ભુલી શકાય? 

કુદરત ની એક કારમી થપાટે હજારો કુટુમ્બોને વેરવિખેર કરી નાખ્યા, હજ્જારો બાળકો ને નિરાધાર કરી કુદરતે શુ અનુભવ્યુ હશે? એ તો પરમ ક્રુપાળુ પરમેશ્વર જાણે.

૨૦૦૧ અને આજે ૨૦૧૦…… શુન્યની અને એકડા ની જગ્યા અદલબદલ થઈ ગઈ છે માત્ર એવુ નથી.  અનેક ઘટનાઓ અને દુર્ઘટનાઓ બની ગઈ છે તે દરમિયાન, પરન્તુ એ ક્ષણો નથી વિસરાઈ હજુ માનસપટ ઉપરથી. અને કેવી રીતે ભુલાય? અગણિત પરિચિતો અને અપરિચિતો ગુમાવ્યા છે એ દિવસે, તે સહુ દિવગતો ને આજ નત મસ્તકે ભાવભરી શ્રદ્ધાજલિ.

MADHUBAN

આજે આ દિવસ અને છબીઓ ને યાદ કરવાનૂ કારણ માત્ર એટ્લુ જ કે ભગવાને જે લોકોને જીવિત રહેવાનુ સદભાગ્ય આપ્યુ તેમાનો હુ એક અને મારો પરીવાર છે. માત્ર પાચ વર્ષ ના મનન સાથે હુ ધ્વજવન્દન ના કાર્યક્રમ મા, પત્ની ક્રિષ્ણા ઘેર, નાનકડી ઈશીતા (૮ વર્ષ) એક્લી શાળા (માઉન્ટ કાર્મેલ, ગાન્ધીધામ) ……. આખો પરિવાર અલગ અલગ જગ્યાએ… અને એ ઘટના પછી ની એક કલાક…… કેવી કષ્ટ્દાયક પળો….. જ્યારે આખો પરિવાર ભેગો થયો ત્યારે અમારા બન્ને ની આખોમાથી શ્રાવણ ભાદરવો વહેતો હતો…બાળકો શુ  બની ગયુ છે તે સમજી શકતા ન હતા……

QUAKE-15

બધુ સમજમા આવ્યા પછી સૌથી પહેલી ચિન્તા થઈ મિત્ર રજની ની…..કારણકે એ ફ્લેટ મા રહેતો હતો….પરન્તુ એનુ બિલ્ડિગ સલામત ઉભેલુ જોયા પછી હાશ થઈ.

ખેર, કુદરતની ગેમ અજબ હોય છે, અકળ હોય છે. આ જીવતદાન છે, બચી ગયેલાઓ માટે તો જ્યારે નવી જીદગી મળી છે ત્યારે આપણે સહુએ નવેસરથી જિન્દગી ની શરુઆત કરી અને ભુલો માથી શીખીએ…….

Technorati Tags:

Advertisements

One Response to “કચ્છ ભુકમ્પ ની નવમી વરસીએ………”

  1. rajniagravat said

    દોસ્ત,

    તારી ઑફીસનાં ગેટ પાસેની ક્રેક તો પૂરાઈ ગઈ છે પણ ત્યારબાદ તારા જેવા મિત્ર-પરિવારના “ધામ”માંથી “નગર” તરફ જવાના કારણે અમને મિત્રની ખોટ સાલે છે એ પૂરાતી નથી.

    જો કે કીલો મીટરે આપણી મૈત્રીમાં તસું ભારનું એ અંતર કરી નથી શક્યું એની નોંધ લેવી ઘટે.

    કાલે કિષ્ણાભાભી સાથે થયેલ વાતચીતથી એક વિચાર અવ્યો કે એમને કહે બ્લોગ બનાવે, ખરેખર કરવા જેવું કામ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: