CRACK

 

૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧….સવારે ૮.૪૬ કલાક……એ દિવસ, એ ક્ષણો, ક્યારેય કેવી રીતે ભુલી શકાય? 

કુદરત ની એક કારમી થપાટે હજારો કુટુમ્બોને વેરવિખેર કરી નાખ્યા, હજ્જારો બાળકો ને નિરાધાર કરી કુદરતે શુ અનુભવ્યુ હશે? એ તો પરમ ક્રુપાળુ પરમેશ્વર જાણે.

૨૦૦૧ અને આજે ૨૦૧૦…… શુન્યની અને એકડા ની જગ્યા અદલબદલ થઈ ગઈ છે માત્ર એવુ નથી.  અનેક ઘટનાઓ અને દુર્ઘટનાઓ બની ગઈ છે તે દરમિયાન, પરન્તુ એ ક્ષણો નથી વિસરાઈ હજુ માનસપટ ઉપરથી. અને કેવી રીતે ભુલાય? અગણિત પરિચિતો અને અપરિચિતો ગુમાવ્યા છે એ દિવસે, તે સહુ દિવગતો ને આજ નત મસ્તકે ભાવભરી શ્રદ્ધાજલિ.

MADHUBAN

આજે આ દિવસ અને છબીઓ ને યાદ કરવાનૂ કારણ માત્ર એટ્લુ જ કે ભગવાને જે લોકોને જીવિત રહેવાનુ સદભાગ્ય આપ્યુ તેમાનો હુ એક અને મારો પરીવાર છે. માત્ર પાચ વર્ષ ના મનન સાથે હુ ધ્વજવન્દન ના કાર્યક્રમ મા, પત્ની ક્રિષ્ણા ઘેર, નાનકડી ઈશીતા (૮ વર્ષ) એક્લી શાળા (માઉન્ટ કાર્મેલ, ગાન્ધીધામ) ……. આખો પરિવાર અલગ અલગ જગ્યાએ… અને એ ઘટના પછી ની એક કલાક…… કેવી કષ્ટ્દાયક પળો….. જ્યારે આખો પરિવાર ભેગો થયો ત્યારે અમારા બન્ને ની આખોમાથી શ્રાવણ ભાદરવો વહેતો હતો…બાળકો શુ  બની ગયુ છે તે સમજી શકતા ન હતા……

QUAKE-15

બધુ સમજમા આવ્યા પછી સૌથી પહેલી ચિન્તા થઈ મિત્ર રજની ની…..કારણકે એ ફ્લેટ મા રહેતો હતો….પરન્તુ એનુ બિલ્ડિગ સલામત ઉભેલુ જોયા પછી હાશ થઈ.

ખેર, કુદરતની ગેમ અજબ હોય છે, અકળ હોય છે. આ જીવતદાન છે, બચી ગયેલાઓ માટે તો જ્યારે નવી જીદગી મળી છે ત્યારે આપણે સહુએ નવેસરથી જિન્દગી ની શરુઆત કરી અને ભુલો માથી શીખીએ…….

Technorati Tags:

Advertisements

A Good Gujarati Poem….

જાન્યુઆરી 16, 2010

ધર્મ અને વીજ્ઞાન

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;

અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;

આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;

આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;

આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;

આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;

આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;

આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;

આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;

ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,

સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,

આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

આ રચના ખીમજીભાઈ કચ્છીની છે